મંગલદાસ અને મોંઘીબેન બંને સામાન્ય મધ્યમ વર્ગીય માનવ. બંનેના માવિત્રોએ ગોઠવેલાં લગ્ન રંગેચંગે થયાં હતાં. મંગલદાસનું એક ખેતર હતું. તેઓ ખેતી કરતા. ધરતીના ખોળે આનંદથી જીવનારા સંતોષી જીવ. અને મોંઘીબેન નામ પ્રમાણે જ ગુણો ધરાવતા, પતિના સુખે સુખી થનારાં અને ફરિયાદને કાળી કોટડીમાં પૂરી તાળું વાસી દઈ, હંમેશા જે મળે તેમાં ખુશી શોધી લેનારાં, થોડાને ઝાઝું કરી હંમેશા હસતા રહેનારાં પરિપૂર્ણ ગૃહિણી. બંને રોજ સવારે ઊઠતાંની સાથે જ પ્રભુને પ્રાર્થના કરી નવો દિવસ આપવા ધન્યવાદ કહેતા અને રાત્રે સૂતાં પહેલાં આજના શુભ કાર્યો પ્રભુના ચરણે અર્પણ અને અજાણતાં પણ થયેલા ખરાબ કામ માટે માફી માંગી પછી જ સૂવું. આ એમનો