બે આખી અને એક અડધી

  • 3.8k
  • 1.4k

બે આખી અને એક અડધી કલોલ......નંદાસણથી એસ ટી બસમાં ચઢેલા મનોજભાઈએ પોતાની,પત્નીની અને દીકરીની ટિકીટ માગી. મનોજભાઈ કંડકટર પાસે હિસાબ પતાવતા હતા એટલામાં મનોજભાઈની પત્ની અંજનાબેનને છેલ્લી સીટમાં જગ્યા દેખાતા, અંજનાબેન પોતાની લાડકી દીકરી મનંજને ખોળામાં લઈને છેલ્લી સીટમાં ગોઠવાઈ ગયા. મનોજભાઈ ખેતમજુર તરીકે કામ કરતા હતા, જ્યારે અંજનાબેન ગામમાં જ આવેલા ખાનગી દવાખાનામાં સાફ સફાઈ કરવાનું, કેસ પેપર કાઢવાનું કામ કરતા. મર્યાદિત આવકમાં મનોજભાઈ અને અંજનાબેન એવું સંતોષકારક, આનંદદાયક જીવન જીવતા કે વધારે આવકવાળા અન્ય યુગલો ઈર્ષા કરતા. મનોજભાઈ અને અંજનાબેનને કોઈ ખાસ પ્રસંગે જ શહેરમાં જવાનું થતું, એવો ખાસ પ્રસંગ આવવાનો હોવાથી બંને જણા દીકરીને લઈને ખરીદી કરવા