અપેક્ષા વિચારે ચઢી જાય છે કે હજુ તો મેં અહીં ઈન્ડિયામાં પગ જ મૂક્યો છે અને આ રીતે કોઈ મને ભૂલથી ફોન કરી રહ્યું છે કે જાણી જોઈને કોઈ મને હેરાન કરવાની કોશિશ કરી રહ્યું છે અને કોઈ હેરાન જ કરી રહ્યું છે તો કોણ હશે એ ?? બે મિનિટ માટે તે વિચારે ચઢી જાય છે અને એટલામાં તેને પોતાનો ઈશાન યાદ આવે છે એટલે તે ઈશાનને મેસેજ કરે છે કે, " હું શાંતિથી પહોંચી ગઈ છું. મારી ચિંતા કરીશ નહીં. આઈ મીસ યુ સો મચ એન્ડ આઈ લવ યુ સો...સો..મચ... " અને ઈશાન યાદ આવતાં જ તેનાં ચહેરા ઉપર