કનેક્શન-રૂહ સે રૂહ તક - 12

(13)
  • 3.2k
  • 2
  • 1.8k

૧૨.પિતાનું હ્રદય અપર્ણા પાસેથી આખી ઘટના સાંભળ્યાં પછી ફરી એકવાર બધાં વચ્ચે ગંભીર મૌન છવાઈ ગયું. અપર્ણા અને શિવ જગદીશભાઈ સામે જ જોઈ રહ્યાં હતાં. એ બંનેને એમનાં રિએક્શનની રાહ હતી. પણ, તેઓ કંઈ કહે એ પહેલાં માધવીબેનની ધીરજનો બંધ તૂટી ગયો. એમણે અપર્ણા પાસે જઈને એને પોતાની છાતી સરસી ચાંપી લીધી. આખરે છ મહિના સુધી એ પોતાની દીકરીથી દૂર રહ્યાં હતાં. એમણે જે સાહસ કર્યું. એ પછી પ્રથમેશભાઈ અને રોહિણીબેને પણ અપર્ણાને ગળે લગાવી. જગદીશભાઈ એક તરફ ઉભાં આ બધું જોઈ રહ્યાં હતાં. અપર્ણા જે રીતે ઘર છોડીને ગઈ. એ પછી તેઓ અપર્ણાથી નારાજ હતાં. પણ, આખરે એક દીકરીનાં