તલાશ 2 - ભાગ 21

(55)
  • 4.6k
  • 4
  • 2.4k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  કોર્નર પર બોલેરો પાર્ક કરી ને એ બહાર આવ્યો. મુંબઈ ના દાદર વિસ્તારમાં બપોરે 2 વાગ્યે પણ વાહનોની આવન જાવન ઘણી હતી. એને સમજાયું કે અહીં એ માંડ  5-7 મિનિટ પોતાની બોલેરો ઉભી રાખી શકશે. પછી અહીંથી હટાવવી પડશે. ડ્રાઇવરના દરવાજા  પાસે ઊભીને એણે  ચારે તરફ નિરીક્ષણ કર્યું. ભીડ તો હતી જ પણ રોજના પ્રમાણમાં એટલી બધી ન હતી. એનું ધ્યાન સોનલ જે દુકાનમાં ઘૂસી એના પર જ હતું. લગભગ 3-4 મિનિટ પછી સોનલ બહાર આવી આખરે એ ઘડી આવી ગઈ