કર્મોનો હિસાબ ( ભાગ :- ૨૩ ) પોતાના પિશાચી ઈરાદાઓ સાથે મન જીવી રહ્યો હતો અને બસ રાત્રે સુમસાન રસ્તા પર વિચારોમાં દોડી રહ્યો હતો. અચાનક રસ્તા પર આવતા ખાડાને લીધે મનનું બેલેન્સ ગયું અને બાઇક સાથે મન રસ્તા પર પટકાયો. થોડાજ પળમાં પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી. આંખે અંધારા, ચારે તરફ શાંતી, એકાંકી મન બસ ત્યાંજ મનની આંખ મીંચાઈ ગઇ. આંખ ખુલતા જ જોયું તો મન હોસ્પિટલના બિછાને ICU માં પડ્યો હતો. પુરા બે દિવસ પછી મનને ભાન આવ્યું હતું. કાવ્યા, ક્રિશ્વી, અનન્યા બધાં જ આટલા સમયમાં બેબાકળા થઈ ગયા હતા. મન બસ ટગર ટગર આજુબાજુ જોઈ રહ્યો હતો. મગજ