પાછળના ભાગમાં આપણે જોયું કે...બોલ હવે સમજી મારી ઢીંગલી, કે રાઘવ અને તારો ક્લાસ કેમ અલગ અલગ હોવા જોઈએ અને તે તારી પાસે તારા ક્લાસમાં કેમ ન બેસી શકે?"વંદના બહેન હવે સુમનનો હાથ પકડી પોતાની પાસે લાવતા એની આંખોમાં બદલાતા ભાવ જોઈ બોલ્યા.હવે આગળ.......બાળકનું સાચું ઘડતર એના નાનપણમાં થાય છે જેનો મોટા ભાગનો સમય સ્કૂલમાં એના શિક્ષક સાથે વિતે છે. માટે જ એક શિક્ષક ધારે તો સમાજ માટે ઘણું કરી શકે છે. તે એના વિદ્યાર્થીઓને સાચું જ્ઞાન અને રસ્તો બતાવી એક યોગ્ય વ્યક્તિત્વ નો વિકાસ કરી શકે છે.નાનકડો છોડ ઉછરે છે તે આગળ જઈ વટવૃક્ષ બને છે કે થોરનાં ઝાંખરા