નનોભાઈ અને ગેલો ઉતાવળા ઉતાવળા ડેમની પાળ પરથી નીચે ઉતર્યા. તેમનાં આવવાથી કનોને રાધી હજુ પણ અજાણ હતા. નનાભાઈએ જ્યારે કહ્યું, હૂ થ્યુ રાધી?કીમ રોવે સો ,તું?"ત્યારે બંનેને નનાભાઈ અને ગેલો આવ્યાની જાણ થઈ. રાધીએ કનાને બાથમાંથી છોડી દીધો, અને તે તેના આપાને બાથ ભરી જોર જોરથી રડવા લાગી. કનાની આંખોમાંથી પણ દડ દડ આંસુ વહેતા હતા. કનાએ ગેલા મામાનો હાથ પકડી લીધો. ગેલો મનમાં મૂંઝાતો હતો,તેને શું બની ગયું? તે હજી કશું સમજાતું ન હતું. ગેલાએ હાથના ઈશારાથી કનાને "શું થયુ?" એમ પૂછી પણ લીધું. પરંતુ કનો કશું બતાવી શકે તેવી અવસ્થામાં ન હતો. તે નીચું જોઈ ગયો. રાધી