ચોર અને ચકોરી - 30

(14)
  • 3.1k
  • 1
  • 1.6k

(કાંતુ અને એના સાથીને હાથતાળી આપીને કેશવ ગાઢ જંગલમા વાંદરાની જેમ ઠેકડા મારતો ભાગ્યો).... હવે આગળ વાંચો..... કાંતુ એના સાથીઓ સાથે વીલા મોઢે દૌલતનગર પાછો આવ્યો. બેવ હાથના આંગળા એકબીજામાં ભેરવીને નીચુ માથુ રાખીને. ઠોઠ નિશાળિયો જેમ માસ્તરની સામે ઉભો રહે એમ એ ચારે જણ શેઠ અંબાલાલની સામે ઉભા હતા અને અંબાલાલ લાલપીળા થઈને એ ચારેયની ક્લાસ લઈ રહ્યા હતા. "અલ્યાવ. ચાર ચાર જણા હોવા છતા એક ડોહલાને નો સાચવી શક્યા? અને તમને હાથતાળી દઈને ઈ ભાગ્યો તો ભાગ્યો. પણ તમે પાડા જેવાવ. આવા ઉંચા કદાવર થઈને એને પકડી નો શક્યા? અને પાછા આવુ બુંદયાળ ડાચુ લઈને મારી સામે આવીને