જીવન સાથી - 50

(20)
  • 4.9k
  • 4
  • 3k

ડૉ. વિરેન મહેતા ગુસ્સે થતાં આન્યાને કહેવા લાગ્યા કે, " મારે તારી કોઈ વાત સાંભળવી નથી, ડૉક્ટર બનવું તે કોઈ બચ્ચાંના ખેલ નથી કે તું ધારે છે તેટલું ઈઝી પણ નથી કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં મને પૂછો તો ખરા..બસ માં દીકરી સાથે મળીને નક્કી કરી દો છો..." આન્યા: પણ ડેડ તમે મારી વાત તો સાંભળો... ડૉ. વિરેન મહેતા: મારે તારી કોઈ વાત સાંભળવી નથી એક વખત "ના" પાડી દીધી એટલે વાત પૂરી... પછી આગળ તે વાત રીપીટ નહીં કર્યા કરવાની ઓકે...?? હવે આન્યા તો ખૂબજ દુઃખી થઈ ગઈ તેનો તો મૂડ સાવ ઓફ થઈ ગયો... હવે શું કરવું ?