કરણ નું ભવિષ્ય હરણ - ભાગ ૪ - છેલ્લો ભાગ

  • 2.3k
  • 1
  • 936

આગળ આપણે જોયું કે પૂજાના પ્રેમમાં પાગલ એવો કરણ હવે અભ્યાસ પ્રત્યે ખૂબ બેદરકાર બની ગયો અને પહેલા ક્યારેય ન કરેલા વ્યવહાર જેમ કે ઘરે માં બાપ ને ખોટું બોલવું, ભણતર માટેના પૈસા પૂજાની મોંઘી ગીફ્ટ્સ માં વાપરવા, અભ્યાસ નો સમય પૂજાની પાછળ કાઢવો, જાણે પોતાનું સર્વસ્વ એક છોકરીને નામ કરી દેવું... હવે સમય હતો પરિણામ નો, માં બાપ થી જુઠ્ઠું બોલ્યાનુ પરિણામ, અભ્યાસ ને પ્રાધાન્ય ના આપ્યા નું પરિણામ, એક છોકરી પાછળ પોતાનું ભવિષ્ય દાવ પર લગાવ્યા નું પરિણામ... આવા અનેક પરિણામ કરણના જીવનમાં કાળા વાદળ બની ઘેરાઈ ગયા હતા, અને અતિવૃષ્ટિ થી અજાણ કારણે પોતાની જિંદગી જીવ્યે રાખતો