સ્કેમ....19

(17)
  • 2.5k
  • 1.4k

સ્કેમ….19 (જાનકીને ડૉકટરે સાયક્રાટીસ ને બતાવવાનું કહે છે. ડૉ.રામ તેનું મોરલ વધારવા તેને સમજાવી રહ્યા છે. હવે આગળ...) "ના, હું એમ નથી કહેવા માંગતો..." ભરતે પોતાની અક્કડ બતાવતા કહ્યું તો ડૉ.રામે, "જાનકી હું તમારા પતિને સમજાવું એ પહેલાં તમને જ કહીશ કે, તમારી દીકરીઓ તો તમારું ગૌરવ છે અને એના માટે સ્ટેન્ડ પણ તમારે જ લેવું પડશે. તમે જો તમારા હક માટે લડશો નહીં તો તે જોઈને તમારી દીકરીઓ પણ પોતાના હક માટે કેવી રીતે લડશે? ભલે લોકો દીકરા જોઈએ જ, એ હશે તો ઘડપણ સારું જશે, તમારી સેવા કરનાર જોઈશે' એવું કહે, પણ તમે એવું ના વિચારો. જેથી કરીને