સ્કેમ....3

(18)
  • 3.7k
  • 2.3k

સ્કેમ….3 (ડૉકટર રામ સાગર પાસેથી માહિતી મેળવવા પ્રયત્ન કરે છે, પણ તે મેળવી શકતા નથી. હવે આગળ...) "હું મારી હોસ્પિટલમાં જાઉં છું. કાલે ફરીથી ઈન્ફર્મેશન મેળવવા પ્રયત્ન કરીશું." "ઓકે... પણ મને કોઈપણ હિસાબે જોઈએ જ, સમજયો." "ઓકે..." કહીને ડૉકટર પોતાની ઓપીડી જવા નીકળ્યા. નઝીર થોડો ગુસ્સામાં અને થોડો નિરાશ થઈને બેસી રહ્યો, પછી સલીમ ઉસ્તાદ અને માણસને ધ્યાન રાખવાનું કહીને તે પણ જતો રહ્યો. પેલા બંને માણસો તીન પત્તી રમવામાં વ્યસ્ત થઈ ગયા. હોસ્પિટલમાં પહોંચીને ડૉક્ટર પોતાના પેશન્ટ ચેક કરવા લાગ્યા, પણ તેમનું મન હજી પેલા આંતકી, સાગર અને એ અંધારી રૂમમાં જ અટકેલું હતું. દરેકને દવા આપવાની સાથે સાથે