ઠહેરાવ - 3

  • 2.5k
  • 1.3k

સાહિલ વીરા સાથે થયેલ પ્રથમ મુલાકાત વાગોળતો હોય છે અને વીરાના આમ પોતાને છોડીને જવા પર દુઃખી હોય છે ત્યારે, માં સાથે થયેલ વાત એને કેવી રીતે શાંતિ આપશે જે જોવા ચાલો વાંચીયે ઠહેરાવ- 3. ફોનની રીંગ વાગતા સાહિલનું ધ્યાન તૂટ્યું. સ્ક્રીન પર "માં"નું નામ વાંચતા જ એણે ફોન ઉપાડીને કહ્યું 'જય શ્રી કૃષ્ણ, મમ્મી'. સાહિલના મમ્મી, મેઘા, ગુજરાતી છે અને પપ્પા, વિશાલ, પંજાબી. માં બાપ અને સંતાનનો નહિ પણ ત્રણેય મિત્રો હોય એટલો પારદર્શી સંબંધ છે મહેરા પરિવારનો. મેધા અને વિશાલને, સાહિલ અને વીરા વિશે, રજેરજની માહિતી હતી, . સાહિલ પણ પોતાના પેરેન્ટ્સને બધું જ, કોઈ પણ ફિલ્ટર વગર,