ઉતાવળું પગલું

  • 3.9k
  • 1
  • 1.4k

બધાને ખબર હતી કે મધુ અને રાઘવ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝગડાઓ ચાલતા હતા. પરંતુ વાત મોતના ઉંબરા સુધી આવી જશે એ કોઈને પણ ખબર ના હતી. વાત જાણે એમ હતી કે મકાનના બીજા માળે ઘરમાં રહેલા બાથરૂમમાં બંનેની લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લાશની વાત તો પોલીસ પહોંચે એ પહેલાં તો વાયુવેગે પ્રસરી ચૂકી હતી. પોલીસ તપાસ હાથ ધરતા જે બહાર નીકળીને આવ્યું એ બહુ જ દર્ડનીય અને પીડાજનક હતું. મધુ એક સામાન્ય ઘરમાં ઉછરેલી પરંતુ સંસ્કારી અને સુંદર હતી. ગામમાં નિશાળ થી વધીને આગળ ભણવા માટે ના હોવાથી એ ૧૦ સુધી જ ભણી