વસુધા -વસુમાં પ્રકરણ – 46 કરસન પીતાંબરને લઈને પીતાંબરનાં ખેતરે પહોંચ્યો. હજી એ લોકો ખેતરમાં પ્રવેશ્યા અને ભાગીયો દોડતો દોડતો આવ્યો અને પૂછ્યું “હવે સારું છે ને ભાઈ ? કેટલાય સમય પછી તમારાં પગલાં થયાં આ ધરતીએ જાણે તમને મળવા તરસતી હતી...” પીતાંબરને કંઈક બોલવું હતું પણ બોલી નહોતો શકતો. ત્યાં ત્રણે જણાં ખેતરમાં અંદર આવ્યા અને એનાં ભાગીયાની ઓરડી પાસે પહોંચ્યાને ભાગીયાએ ઉભો કરેલો ખાટલો લાવીને ઢાળ્યો. કરસન અને પીતાંબર ખાટલે જઈને બેઠાં. થોડીવાર બેઠાં પછી પિતાંબરે કરસનને કંઈક ઈશારો કર્યો. કરસન સમજી ગયો હોય એમ સામે ઈશારો કર્યો. ભાગીયાએ કહ્યું “નાના શેઠ ચા મુકવાવું ને