વારસદાર - 9

(74)
  • 7.3k
  • 6
  • 6.1k

વારસદાર પ્રકરણ 9 " આઈ એમ સોરી. તમારા ઇરાદાનો હવે મને ખ્યાલ આવી ગયો. હું તમારી સાથે હોટલમાં નહીં આવું. " કેતા છણકો કરીને બોલી. " અરે તમે મને સમજવાનો પ્રયત્ન કરો. તમને રૂમ અપાવીને હું તો અંકલના ઘરે જવા નીકળી જાઉં છું. મને તમારી સાથે હોટલમાં રહેવાનો કોઈ શોખ નથી. સવારે છ વાગે મારા અંકલના ત્યાં હું તમને લઈ જાઉં તો તમારો પરિચય શું આપુ ? તમારી આખી સ્ટોરી મારે એમને કહેવી પડે. એટલે જ મેં રાત્રે વિચાર બદલી નાખ્યો. તમને ઉતારીને હું અંકલ ના ઘરે જઈશ. તમે આરામ કરો. સમય કાઢીને હું પાછો આવીશ અને તમને મુલુંડ લઈ