વારસદાર - 8

(81)
  • 7.3k
  • 1
  • 6.3k

વારસદાર પ્રકરણ 8 બીજા દિવસે સવારે મંથન અંબિકા હોટલે ચા પીવા માટે ગયો ત્યારે મંડપનો તમામ હિસાબ જયેશ સાથે કરી દીધો. " ધાર્યા કરતાં પણ તેં ખૂબ જ સરસ વ્યવસ્થા કરી જયેશ. રુપાજીની રસોઈ પણ ખરેખર સરસ હતી. થોડા લાડવા વધ્યા છે એ મારા ઘરે મુકેલા છે. તું બપોરે ઘરે જમવા જાય ત્યારે મંગાવી લેજે. " મંથન બોલ્યો. મંથનને એ પણ ખબર હતી કે તોરલને ચુરમાના લાડુ બહુ જ ભાવતા હતા. જ્યારે મમ્મી જીવતી હતી ત્યારે જ્યારે પણ ઘરમાં લાડુ બનાવે ત્યારે તોરલને જમવાનું આમંત્રણ ખાસ આપવામાં આવતું. મંથન સવારે ૯ વાગે જ તોરલના ઘરે ચુરમાના ચાર પાંચ લાડુ આપવા