વારસદાર - 1

(166)
  • 28.4k
  • 13
  • 20.3k

(વાચકમિત્રો... પ્રાયશ્ચિત પછીની મારી આ બીજી નવલકથા શરૂ કરી રહ્યો છું. પ્રાયશ્ચિતમાં એક અબજોપતિ કેતન સાવલિયાની વાત હતી. તો વારસદાર નવલકથામાં એક ગરીબ મધ્યમવર્ગીય યુવાન મંથન મહેતાની વાત છે. આશા છે કે આ નવલકથા પણ તમને જકડી રાખશે. એક પણ હપ્તો ચૂકશો નહીં. ) વારસદાર પ્રકરણ 1 મંથન એની રગશિયા ગાડા જેવી બેહાલ જિંદગીથી ખૂબ જ કંટાળી ગયો હતો. જીવન જીવવામાં એને હવે કોઈ જ રસ રહ્યો નહોતો. કિસ્મત એની સાથે જાણે કે મજાક કરી રહ્યું હતું. એના તમામ મિત્રો ક્યાંથી ક્યાં આગળ નીકળી ગયા હતા જ્યારે આટલાં વર્ષો પછી પણ એ થાંભલાની જેમ ત્યાંનો ત્યાં જ ઊભો હતો. ના