કેયાનું સ્વપ્ન કે સત્ય?

  • 3.3k
  • 1
  • 1.1k

કેયા એક ધબકાર ચૂકી ગઈ. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. લાખ પ્રયત્ન પછી પણ ગળામાંથી અવાજ નીકળી શક્યો નહી. પણ પગ જાણે બેકાબૂ પક્ષી બની ઊડવા લાગ્યા હતા. કેમ ય કરી રોકાવા માંગતા નહોતા. પગની ગતિ શ્વાસની ગતિ કરતા ય અનેકગણી હતી. હાંફતા હાંફતા એ અચાનક જાણે કોઈ ભીંત સાથે અથડાઈ નીચે પછડાઈ પડી. અને… ધબકાર ચૂકી ગયેલ શ્વાસ તીવ્ર ગતિએ ચાલવા લાગ્યો. ડરથી આખુ શરીર ધ્રુજવા લાગ્યું. આ તે સ્વપ્ન હતું કે સત્ય!!!!?? પણ સ્વપ્ન હોય તો આ કપાળ પરથી નીતરતું લોહી કેવું!? આખું શરીર પાણી અને કાદવથી લથબથ છે, એ કેવું!? ફાટી ગયેલ વસ્ત્રો … ઓહ! હે