એરીન બ્રોકોવીચ

  • 2.4k
  • 1
  • 848

Erin Brokowich : movie reviewશું દરેક સફળ વ્યક્તિને હંમેશા સફળતા આયોજનના સહારે જ મળે? શું આયોજન વિના પણ સફળતા મળે? જવાબ સૌને ખબર છે કે, કોઈ નિયમ નથી.જ્યારે ક્યારેક સફળતા તરફની દિશા જીવનમાં અણધારી આવી જાય ત્યારે નવાઈ જરૂર લાગે. છતાં આ દિશાએ રહેલી સફળતાની મંજિલ સુધી પહોંચવા મહેનત તો કરવી જ પડે."કયા નંબરનો પતિ?" આ ડાયલોગ છે એક ડિવોર્સી મહિલા "એરીન"નો. સવાલ હકીકતમાં જવાબરૂપે બોલાયો છે. જે સટાક કરતો અપાયો હતો. એક અદાલતમાં એક કેસ સંદર્ભે, કે જ્યારે વકીલે ભૂતપૂર્વ પતિ વિશે એક વાયડો સવાલ પૂછ્યો હતો.આ જ એરીનને જ્યારે એક બાઇકર ગેંગનો પુરૂષ બિન્દાસ રીતે પ્રપોઝ કરવાનો પ્રામાણિક