સપનાનું સપનું....

  • 3.7k
  • 1
  • 1.2k

મમ્મી આજે મને એવું સપનું આવ્યું કે આપણે આ સામે ના ઘરમાં રહવા જતાં રહ્યાં ઊંચે ઊંચે.પછી હું અગાસીમાં ગઈ સૌથી ઉપર ત્યાં તો ઘણા બધા વાદળો હતા અમે પકડદાવ રમ્યા.બવ મજા આવી હો....હૈ મમ્મી આપણે આ ઘરમાં ક્યારે રહેવા જવાનું... મોટી 14 માળની બિલ્ડિંગમાં ચણતરકામ કરતા દંપતી રમણ અને ગંગા પોતાની સાત વર્ષની દીકરી સપનાનું સપનું સાંભળી થોડું મલક્યા. "અરે ગાંડી,આપડે મકાન માં કડિયાકામ કરવાનું હોય,મકાન તૈયાર કરવાનું એમાં રહેવા ના જવાનું હોય.એ કંઈ તારા બાપાનું મકાન નથી હો.... ગંગા એ જવાબ આપ્યો..... પણ મમ્મી મારા બાપા જ મકાન બનાવે છે.જોતો કેટલું મોટું છે.ઉપર જોવા કેટલું મોં ઉપર કરવું