ભેદભરમ ભાગ-૨૧ પંખાનો હુક બોપલ પોલીસ સ્ટેશને મગજમાં થયેલા ચમકારાના કારણે હરમને ગાડી સ્પીડમાં ભગાવી અને ધીરજભાઈના બંગલા પાસે આવીને ઉભી રાખી હતી. હરમનને જમાલે પહેલીવાર આટલો ધૂનમાં જોયો હતો. એ ગાડી માંથી ઉતર્યો અને દરવાજા પાસે જઈ એણે ડોર બેલ વગાડ્યો હતો. પ્રેયસે દરવાજો ખોલ્યો હતો. “મારે ધીરજભાઈના રૂમને જોવો છે.” હરમનને પ્રેયસને કહ્યું હતું. હરમનનાં મોંઢા પર ઉપસી આવેલા ભાવને જોઈને પ્રેયસે કશી પણ દલીલ કર્યા વગર એને ધીરજભાઈના બેડરૂમ તરફ લઈ ગયો હતો. હરમને ધીરજભાઈના બેડરૂમમાં પ્રવેશતાં જ છત ઉપર જોયું હતું. છત ઉપર પંખો ન હતો. પરંતુ પંખો લગાડવા માટેનું હુક હતું. “પ્રેયસ, આ