૧૦.વિચારોની માયાજાળ જગજીતસિંહ જ્યારે મુના બાપુનાં આદમીઓને મારીને પોરબંદર પાછાં ફર્યાં. એનાં ત્રણ વર્ષ પછી અચાનક જ મુના બાપુ એમને શોધતાં પોરબંદર આવી પહોંચ્યા હતાં. જેમ મુના બાપુને મુંબઈની જનતા ખૌફના નામે ઓળખતી. એમ જગજીતસિંહને પોરબંદરની જનતા ભલા માણસનાં નામે ઓળખતી. જગજીતસિંહ એમનાં ઘરની ઓસરીમાં રહેલાં ખાટલા પર બેઠાં હતાં. એ સમયે જ મુના બાપુ આવ્યાં. એમની સાથે એ આદમીઓ હતાં. જેમને જગજીતસિંહે માર્યા હતાં. એમને જોતાં જ જગજીતસિંહને સમજતાં વાર નાં લાગી, કે જે વ્યક્તિ આવ્યો હતો. એ બીજું કોઈ નહીં, પણ મુના બાપુ જ હતાં. છતાંય ઘરે આવેલાં વ્યક્તિનું અપમાન નાં કરાય, એમ માની જગજીતસિંહે મુના બાપુને એમની