ભેદ ભરમ - ભાગ 20

(31)
  • 4.8k
  • 1
  • 2.8k

ભેદભરમ ભાગ-20 પ્યાસી આત્મા   ઇન્સ્પેક્ટર પરમાર અને હરમન બિલ્ડર સુરેશ પ્રજાપતિના આલીશાન બંગલાના મુખ્ય ગેટમાં દાખલ થયા હતાં. ધીરજ મહેતાની સોસાયટીને અડીને જ વીસ હજાર વાર જગ્યામાં ફેલાયેલો આલીશાન બંગલો મહેલ જેવો હતો. હરમન અને ઇન્સ્પેક્ટર પરમાર ગાર્ડનમાંથી પસાર થઇ બંગલાના વિશાળ વરંડામાં આવીને ઊભા રહ્યા હતાં. કાચના વિશાળ દરવાજા પાસે આવીને ઇન્સ્પેક્ટર પરમારે ડોર બેલ વગાડ્યો હતો. દરવાજો નોકરે આવીને ખોલ્યો હતો અને બંન્નેને ડ્રોઇંગરૂમ તરફ લઇ ગયો હતો. ડ્રોઇંગરૂમમાં બિલ્ડર સુરેશ પ્રજાપતિ સોફા પર બેઠો હતો અને એમના ધર્મપત્ની લીલા કલરના ડ્રેસમાં જમીન ઉપર આસન પર બેઠા હતાં. બિલ્ડર સુરેશ પ્રજાપતિએ બંન્નેને સોફા પર બેસવા માટે કહ્યું