શરત - 5

(13)
  • 3.5k
  • 2
  • 2k

(આદિ પરિવાર સાથે મંદિરે પહોંચ્યો અને હવે આગળ...) **************** મંદિરે દર્શન કરી બધાં પ્રાંગણમાં ગોઠવાયાં. આદિ મમતાબેનની બાજુમાં બેઠો અને કેતુલભાઈ પરી સાથે બીજાં બાંકડે. વારેવારે મંદિરનાં પ્રવેશદ્વાર તરફ જોતાં મમતાબેનને જોઈને આદિને મજાક સૂઝી, "આટલી રાહ અત્યારે જોવડાવે છે તો પછી તો..." હજું એનાં શબ્દો મોં માંથી બહાર નીકળ્યાં ન નીક્ળ્યા ત્યાં તો મમતાબેન બોલ્યાં, "જો પેલી પીળાં ડ્રેસમાં છે ને તે ગૌરી. નાજુક નમણી સરસ છે ને!" "હા... રાઈના છોડ જેવી." "હે... આવી તો કોઈ ઉપમા આપે! મઘમઘતાં સુંદર ફૂલ જેવી છે એમ કહેવાય." "દેખાઇ એવી કીધી ને રાઇના પણ ફૂલ હોય!!! કડવાં..." "ચુપ કર... એ લોકો સામે