ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. ".....પણ આપણી ડીલ ઓપન છે આ સિન્થિયા અને માર્શાને વિદાય કર અને કાલ રાત સુધી..." એનું વાક્ય અધૂરું રહ્યું પાછળથી માર્શાએ મારેલ લાતથી ભૂરો ધકેલાયો અને રૂમના બેડ પર પડ્યો. "ઉભી રહે. શું નામ તારું માર્શાને? એને બોલતો કરવાની ચાવી મારી પાસે છે." કહીને નીતાએ પોતાનો જમણો હાથ ભુરાની સામે ઉંચો કર્યો. વીટી એની છાતી સામે રાખી અને ગુલાબી ડાયમંડ પર પોતાનો અંગૂઠો રાખ્યો. ભૂરાએ આ જોયું અને બોલ્યો. "સોરી, સોરી, નીતલીઈઈઈ, એને પ્રેશ ન કરતી. મારે ઝેરી સોયથી નથી મરવું." ભુરાનું આ વાક્ય સાંભળીને નીતા