ધ સ્કોર્પિયન - પ્રકરણ -22

(89)
  • 6k
  • 3.8k

-22 દેવ સોફીયાનાં રૂમમાં પાછો આવ્યો. હવે પરોઢ થવાં લાગી હતી. દેવે વિચાર્યું મેં આરામ કરી લીધો સારું થયું નહીંતર મારી થાકથી હાલત ખુબ ખરાબ હતી. એ સોફીયા પાસે આવ્યો એણે જોયું હવે સોફીયા સ્વસ્થ લાગી રહી છે નથી રડી રહી કે નથી કોઈ વિચારમાં... દેવે કહ્યું “સોફીયા હવે તું ફ્રેશ અને સ્વસ્થ લાગી રહી છે. તને હવે દર્દ નથીને ? સારું છે ને ? મને લાગે છે તને સારવાર પછી હવે ઘણું સારું છે... તું કંઈ કહેવા માંગે છે ?” સોફીયાએ આંખથી ખુશી વ્યક્ત કરી અને એનાં હાથ લંબાવ્યા જેથી દેવ એનાં હાથ પકડે... દેવે સમજીને હાથ લંબાવી એનાં