ધ સ્કોર્પિયન - પ્રકરણ -21

(96)
  • 6.6k
  • 7
  • 4.1k

ધ સ્કોર્પીયનપ્રકરણ -21 સિદ્ધાર્થનાં મોબાઈલ પર કોઈનો ફોન આવે છે અને એ ફોનમાં ગંભીરતાથી વાત કરી રહ્યો હોય છે એની કપાળની નસો તંગ થાય છે એને ટેંશન થયું છે. ત્યાં દેવ આવી પહોંચે છે દેવે સિદ્ધાર્થ સામે જોયું એને લાગ્યું સિદ્ધાર્થ ફોનમાં બીઝી છે ત્યાં સુધી સોફીયાને મળી લઉં એ સિદ્ધાર્થને ઇશારાથી અંદર જઉં છું કહે છે અને સિદ્ધાર્થ પણ ઇશારાથી હા પાડે છે. દેવ સોફીયાનાં રૂમ તરફ જાય છે એ હળવેથી રૂમ ખોલે છે અને જુએ છે તો સોફીયા રડી રહી છે એનો ચહેરો રડી રડીને જાણે સુજી ગયો છે. દેવ સોફીયાને જોઈ એની નજીક જાય છે અને પૂછે