સોરઠ તારાં વહેતાં પાણી - 55

(11)
  • 4.7k
  • 2
  • 1.3k

૫૫. ધરતીને ખોળે “હું ઊંઘતો’તો ત્યારે આ મોટરો નીકળી હતી ?” ગાડામાં જાગીને પિનાકીએ પુષ્પાને પૂછ્યું. અબોલ પુષ્પાએ માથું હલાવ્યું. પિનાકી આખી વાતનો ભેદ પામી ગયો. થોડી વાર એ મૂંગો રહ્યો. પછી એણે પુષ્પાને પૂછ્યું : “કદાચ આંહીંથી જાકારો મળશે તો ?” પુષ્પા મૂંગીમૂંગી હસી. “તો ક્યાં જશું ?” પિનાકીએ પૂછ્યું. પુષ્પાએ ફરી વાર મોં મલકાવ્યું. “કેમ હસે છે ? જવાબ કેમ નથી આપતી ?” “મને કેમ પૂછો છો ? મારે ક્યાં ક્યાંય જવાની ચિંતા છે ?” “એટલે ?” “એટલે કે હું તો તમારી પાસે ગયેલી જ છું. હવે મારે બીજે ક્યાં જવાનું છે ? તમે પણ શા સારુ ચિંતા