સોરઠ તારાં વહેતાં પાણી - 52

  • 3.4k
  • 1
  • 1.1k

૫૨. પુષ્પા ક્યાં ગઈ ? રાજકોટના સીમાડા પરથી પિનાકીએ પહેલા ડંકા સાંભળ્યા ને પછી લાંબા સાદની એક પછી એક પાંચેક ‘આ...લ...બે....લ !’ સાંભળી. ‘દસ બજી ગયા !’ એ વિચારની સાથોસાથ એણે સ્મશાનની છાપરી દેખી. એ છાપરીની પાછળ એણે એક ઘોડેસવારનો અચલ, મૂંગો આકાર ભાળ્યો. ઘોડો જાણે કે ઊંચોઊંચો બની આકાશે ચડતો હતો. અસવારના પગ લાંબા ખેંચાઈને જમીન સુધી લટકવા લાગ્યા. એક જ પલ પિનાકીનાં ગાત્રોને ઓગાળી રહી. પણ એને યાદ આવ્યું કે આંહીં મારા મોટાબાપુને સુવરાવ્યા છે. આંહીં રૂખડ મામાનો દેહ બળ્યો છે. એ વિચારે સ્મશાન એનું પરિચિત સ્થાન બની ગયું. એ પસાર થઈ ગયો. ને એણે જોયુ ંકે એ