સોરઠ તારાં વહેતાં પાણી - 50

  • 3.7k
  • 1
  • 1.2k

૫૦. એક વિદ્યાપીઠ રાજ-સામૈયામાં ચાલતો કો’ ચપળ રેવતની જેમ એ કદાવર બંદૂકધારી ઘડીવાર પોતાની જમણી બાજુ સુરેન્દ્રદેવજીને, તો ઘડીવાર પોતાની ડાબી બાજુ જરાક પાછળ ચાલ્યા આવતા પિનાકીને પોતાની વંકી નજરમાં લેતો. “આપે તો સંચોડો જનમ-પલટો કરી નાખ્યો, બાપા !” બંદૂકધારીએ તાજા તલના તેલ-શી ઝલકતી આંખે સુરેન્દ્રદેવજીના દીદાર ફરીફરી નિહાળ્યા. “છેલ્લો મને ક્યારે દીઠેલો, શેઠ ?” સુરેન્દ્રદેવજીએ શરમાતે પૂછ્યું. “રાજકોટની નાટકશાળામાં રાજસિંહનો ખેલ હતો. તમે તે રાતે, બાપા, રાણીપાઠ કરનાર છોકરાને પોશાકનું ઈનામ આપેલું : યાદ છે ?” “બહુ વહેલાંની વાત !” “સાત સાલ પહેલાંની વાત. આપનો લેબાસ પણ તે દી તો...” બંદૂકધારીએ જોયું કે સુરેન્દ્રદેવજીને આ સ્મરણો ગમતાં નહોતાં. એટલે