સોરઠ તારાં વહેતાં પાણી - 49

  • 3.8k
  • 1
  • 1.2k

૪૯. નવો ખેડુ ત્રીજી-ચોથી વારકી વિંયાતલ કોઈ આહિરાણી જેવી હાલારી નદી પહોળાવેલ દેહે પડી હતી. પાએક ગાઉના ઘેરાવમાં એનાં વાંસજાળ પાણી, કોઈ હઠીલા ઘરધણીને ઘેર અસૂરું રોકાણ પામેલા પરોણલાઓની માફક મૂંગાં બનીને ઊભાં હતાં. ખોરડા-ખોરડા જેવડા જંગી કાળમીંઢોના બિહામણા ગદેડાની વચ્ચે ભૂલાં પડીને એકબીજાને ગોતતાં છોકરાં જેવાં હાલારીનાં પાણીનું અહીં જાણે કોઈ ધણ ઘોળાતું હતું. ઓતરાદી હેઠવાશે એક ઊંચો પથ્થર-બંધ ઉગમણી-આથમણી ચોકી બાંધીને પડ્યો હતો. બંધની ટોતને ઓળંગી હાલારીનાં પાણી ધોળાં ઘેટાં ઠેકી પડે એમ ઠેકતાં હતાં. ફરી પાછા કાળમીંઢોની મૂંગી ભેરવ-સેના વચ્ચે બીતાં બીતાં એ નીર દરિયા ભણી ધાતાં હતાં. ભૂતિયા કાળમીંઢોને જોતો ઊભેલો બંધ, કોઈ પહાડની જાંઘ જેવો,