૪૫. ઉજળિયાતોનાં રુદન પિનાકી પ્રભાતે રાજકોટ પહોંચ્યો ત્યારે ઘરના આંગણે એક ગવલણ ઊભી હતી. એના હાથમાં ખોળનો કાળો ટુકડો અને કપાસિયાની ટોપલી હતાં. મોટીબા ખીલેથી ગાયને છોડતાં હતાં, પણ ગાય મોટીબાને છોડતી નહોતી. ઊભેલી ગવલણના ખોળ-કપાસિયા ગાયને આકર્ષી શકતા નહોતા. ગવલણ ‘ આવ ! આવ ! બા...પો ! બા...પો ! આ લે ! આ લે !’ એવા મીઠા મીઠા બોલે ગાયને બોલાવતી હતી. “કેમ, મોટીબા ! આ શું ?” પિનાકીએ પૂછ્યું. “ગાય વેચી નાખી આ ગવલણને, ભાણા !” મોટીબાનું બોખું મોં જાણે ડાકલી બજાવતું હતું. “કોઈ જાતની ચિંતા ન કરજો, બા !” ગવલણે કહ્યું : “મારે ઘેર એક ગાદલા ને