સોરઠ તારાં વહેતાં પાણી - 44

  • 2.3k
  • 1
  • 1.2k

૪૪. બધાં એનાં દુશ્મનો બિસ્તરા પર પડ્યાંપડ્યાં પિનાકીની આંખો ધર્મશાળાની દીવાલ પર ચોંટેલી આરસની તક્તીઓ પર ચડી. અંદર લખ્યું હતું કે - બાશ્રી દેવુબાના સ્વ. કુમાર બલવંતસિંહજીની યાદગીરીમાં. લેખના એકએક અક્ષરે પલ પછી અક્કેક બાળકનું રૂપ ધર્યું. પંદર દિવસની આવરદા એ પ્રત્યેક બાળકમાં ઊછળી રહી. લીલી અને કુમાશનો નાટારંભ કરતી એ બાલમંડળી તક્તીના આરસ પર લોટપોટ થતી થતી લપસી ગઈ. અને પિનાકીની આંખો પણ એ બાળકોની ટોળીની જોડે લસરતી લસરતી નીચે ઊતરી. એ આંખોએ દીવાલ પર બીજાય લેખો ઉકેલ્યા. ઉકેલતી ઉકેલતી એ આંખો દીપડાની આંખો જેવી બની. આંખોમાંથી અગ્નિના દોરિયા ફૂટ્યા. ધર્મશાળાની દીવાલો પરના એ લેખ, કોલસાના અક્ષરે, ઈંટના ટુકડાના