સોરઠ તારાં વહેતાં પાણી - 39

  • 2.5k
  • 2
  • 1k

૩૯. ચકાચક ! જંક્શન સ્ટેશનમાં એક પણ ગાડીની વેળા નહોતી, તે છતાં ત્યાં ઊભું ઊભું એક ચકચકિત મોટું ‘પી. ક્લાસ’ એન્જિન હાંફતું હતું. હાથીનાં નાનાં મદનિયાં જેવા ત્રણ ડબા એ એન્જિનને વળગ્યા હતા. પોલીસોની ટુકડી એક ડબામાં બ્રીજલોડ બંદૂકો સહિત ગોઠવાઈ ગઈ હતી. “ક્યોં ? ચકાચક કરને કો ચલે, હવાલદાર !” જંક્શનનો હેડ કોન્સ્ટેબલ પોતાના બે પંજાની વચ્ચે ચૂરમાનો લાડુ વાળતો હોય તેવી ચેષ્ટા કરતો કરતો પૂછતો હતો. “હાં હાં, તકદીર કી બાત બડી હે, ભાઈ, આજ ફજીર કો જ હમ કોટર ગ્યાટ સે છૂટ ગયે.” પોલીસ પાર્ટીનો હવાલદાર એ હરેક ઉચ્ચારને ઉત્તર હિન્દુસ્તાની બોલીની હલકમાં લડાવતો હતો. ફર્સ્ટ ક્લાસના