સોરઠ તારાં વહેતાં પાણી - 37

  • 2.6k
  • 3
  • 1.3k

૩૭. લોઢું ઘડાય છે અદાલત ચાલી ત્યાં સુધી પિનાકી મસ્ત હતો. પળેપળ એને આસવની પ્યાલી સમી હતી. મામીના શબ્દો અમલદારોને અને વકીલોને હંફારનારા હતા. પિનાકીની તો રગરગમાં એ નવરુધિર સીંચનારા હતા : ને જે દિવસે મામીએ ભરઅદાલતમાં બાપુજીની અદબ કરી હતી તે દિવસથી ભાણેજ મામીને પોતાનું વહાલામાં વહાલું સ્વજન ગણતો થયો હતો. એણે સ્વપ્નો સેવ્યાં હતાં આવાં : આવી બહાદુર સોરઠિયાણીને કદરબાજ ન્યાયાધિકારી છોડી મૂકશે. ને છોડી મૂકશે તો તો હું એને આપણા ઘેરે લઈ જઈશ, ઘેરે જ રાખીશ. મોટીબાનો એને સહવાસ મળશે. અથાણાં અને પાપડ-સેવ કરવામાં મોટીબાને જે સાથ જોઈએ છે તે આ મામી જ પૂરો પાડશે. પણ ચૌદથી