૩૪. કોઈ મેળનો નહિ તે દિવસે બપોરે મહીપતરામનો ખુલાસો લેવા માટે પોલીસ-ઉપરીએ ખાનગી ઑફિસ ભરી. એમને પૂછવામાં આવ્યું : “બહારવટિયાના ખબર મળ્યા પછી તમે કેમ ન ગયા ?” મહીપતરામે પ્રત્યુત્તર ન દીધો. “ડર ગયા ?” “નહિ, સા’બ !” મહીપતરામે સીનો બતાવ્યો. “નહિ, સા’બ !” સાહેબે એનાં ચાંદુડિયાં પાડ્યાં. “બમન ડર ગયા.” “કભી નહિ !” મહીપતરામે શાંતિથી સંભળાવ્યું. “બહારવટિયા પાસેથી કેટલી રુશવતો ખાધી છે ?” “સાહેબ બહાદુર તપાસ કરે ને સાચું નીકળે તો હાથકડી નાખે.” “સુરેન્દ્રદેવની ભલામણથી જતા અટક્યા’તા ?” “નહિ, સા’બ.” “સુરેન્દ્રદેવની ભલામણ આવી હતી ખરી ?” મહીપતરામે મૌન સાચવ્યું. “અચ્છા !” સાહેબે પગ પછાડ્યા. “બૂઢા હો ગયા. તુમકો સરકાર