શેરબજારની વિશાળ, અનંત શાળા

  • 2.7k
  • 2
  • 1k

ગુજરાતીઓનું ફૅવરિટ શોપિંગ ડેસ્ટિનેશન? શેરબજાર! ગુજરાતીઓનો સૌથી વ્હાલો સાઈડ બિઝનેસ? શેરબજાર! ગુજરાતીઓ ભેગા થાય ત્યારે સૌથી વધુ ચર્ચાતો વિષય? શેરબજાર! ગુજરાતી વ્યક્તિ મિટિંગમાં વ્યસ્ત હોય ત્યારે પણ મોબાઈલમાં ઘડી-ઘડી શું ચેક કરે? શેરબજાર! મારી પોતાની જ વાત કરું તો મારા બાળકો જયારે પણ કોઈ મોંઘા રમકડાંની જીદ કરે અથવા તો ઘરવાળી ડાયમંડ સેટની માંગણી કરીને રિસાણી હોય ત્યારે હું એક જ વાત કરીને વાયદો પાડું, ગયા અઠવાડિએ જ કંપનીના શેર લીધા છે. ભાવ વધે એટલે પ્રોફિટ બુક કરી લઈએ પછી તારો ડાયમંડ સેટ પાક્કો!! અને સાચું કહું તો આ ફોર્મ્યુલાનો સક્સેસ રેટ 100 છે. પણ શેરની માથે સવાશેર હોય