સોરઠ તારાં વહેતાં પાણી - 31

  • 2.5k
  • 1.3k

૩૧. બહાદુરી ! અહીં ચંદરવાની ખોપમાં - એટલે કે જુગાન્તર-જૂની કોઈ વીજળી ત્રાટકવાથી ડુંગરની છાતી વિદારાઈ ગઈ હતી, તેના પોલાણમાં - ઘેઘૂર આંખે લખમણ પડ્યો હતો. એ હવે પાંચ-સાત વર્ષો પૂર્વેનો ગૌચારક લખમણ નહોતો રહ્યો. બે વર્ષ પૂર્વેની બહેનનો ડાહ્યોડમરો ને પોચો પોચો ભાઈ પણ નહોતો રહ્યો. લખમણની છાતીમાં મરદાઈના મહોર ફૂટ્યા હતા. એનો અવાજ રણશિંગાના રણકાર જગવતો હતો. એનો સંગાથ અડીખમ આઠ મિયાણાઓનો હતો. ભાષા પણ લખમણની ચોપાસ મરદોની જાડેજી ભાષા હતી મોળો બોલ ઉચ્ચારનાર પણ કોઈ નહોતું લખમણની પાસે. જગુ પગી લખમણનો વિશ્વાસુ કોળી : જગુને ખોળે લખમણ ઓશીકું કરીને નિરાંતે ઊંઘનારો. એ જ જગુએ લખમણને ને એના