સોરઠ તારાં વહેતાં પાણી - 27

  • 2.9k
  • 2
  • 1.6k

૨૭. બાપુજીનું તત્ત્વજ્ઞાન “ત્યારે આ લ્યો આ મારો ખરડો.” એમ કહીને એ બૂઢા લોક-કવિએ પિનાકીના હાથમાં એક કાગળ મૂક્યો. કાગળ તેલથી ખરડાયેલો ને ગંદો હતો. તેામં બોડિયા અક્ષરોથી કાવ્ય ટપકાવેલાં હતાં. “કે’જો લખમણ બા’રવટિયાને -” મીરનો અવાજ આષાઢના મોરલાની માફક ગહેક્યો : “કે’જો કવિ મોતી મીરે તમને રામરામ કહ્યા છે. કે’જો કે - મીતર કીજે મંગણાં, અવરાં આળપંપાળ; જીવતડાં જશ ગાવશે, મુવાં લડાવણહાર. “તું વીર નર છે. માગણિયાત મીરો-ભાટોની દોસ્તી રાખજે; કારણ કે એ મિત્રો તારા જીવતાં સુધી તો તારા જશડા ગાશે, પણ મૂવા પછીય તને કવિતામાં લાડ લડાવશે એ કવિઓ. બીજાની પ્રીત તો તકલાદી છે, ભાઈ ! મૂવા પછી