સોરઠ તારાં વહેતાં પાણી - 25

  • 2.5k
  • 2
  • 1.4k

૨૫. તાકાતનું માપ સોટી ઉપાડવામાં થોડો આંચકો હતો તે એક-બે સપાટા ખેંચ્યા પછી હેડ માસ્તરના હૃદયમાંથી જતો રહ્યો. પછી તો એમાં ઊર્મિ દાખલ થઈ. વેગે ચડેલી આગગાડી વધુ ને વધુ વેગ જેમ આપોઆપ પકડતી જાય છે, તેમ હેડ માસ્તરના હાથની નેતર પણ ગતિ પકડતી ગઈ. ને પછી એને એટલી તો સબોડવાની લહેર પડી કે ફટકો શરીરના કયા ભાગ પર પડે છે તેની ખુદ મારનારને જ શુદ્ધિ ન રહી. પિનાકી પ્રથમ તો ખચકાયો. પહેલો પ્રહાર પડ્યો ત્યારે જરા નમી ગયો; આડા હાથ પણ દીધા. પછી એનામાં લોખંડ પ્રકટ થયું. એ અક્કડ બની ઊભો રહ્યો. કેટલી સોટી ખમી શકાય તે જોવાની કેમ