સોરઠ તારાં વહેતાં પાણી - 21

(13)
  • 3.5k
  • 2
  • 1.7k

૨૧. બહેનની શોધમાં “ઉઘાડો !” ધજાળા હનુમાનની જગ્યાને ડેલીબંધ દરવાજે કોકે પાછલી રાતે સાદ પાડ્યો. ડુંગરાની વચ્ચે ટાઢો પવન ઘૂમરી ખાતો હતો. “ઉઘાડો, બાપ, ઝટ ઉઘાડો. ટાઢ્યે દાંત ડાકલિયું વગાડે છે.” બીજી વાર કોઈ બોલ્યું. નદીના પાણીમાં બગલાંની ચાંચો ‘ચપચપ’ અવાજો કરતી હતી. ટીટોડીના બોલ તોતળા નાના છૈયાના ‘ત્યા-ત્યા-ત્યા’ એવા ખુશહાલ સ્વરોને યાદ કરાવતા હતા. ત્રણ જણા દરવાજો ઠોકતા ઊભા હતા. ત્રણમાં એકે કહ્યું : “છોકરું મારું ક્યાંય સૂતું હશે.” “તું આવું બોલછ એટલે જ મને બીક લાગે છે.” બીજાનો પેલો સ્વર નીકળ્યો. “કાં ?” પહેલાએ પૂછ્યું. “છોકરાં સાંભરશે, ને તારાથી નહિ રે’વાય, તું મને દગો દઈશ.” “જોયું, લખમણભાઈ ?”