સોરઠ તારાં વહેતાં પાણી - 19

(11)
  • 3.1k
  • 3
  • 1.7k

૧૯. મારી રાણક સ્ટેશન જંક્શન હતું. ગાડી ઊભી રહી કે તરત જ એક શણગારેલા સફેદી-સોનેરી ડબા સામે બરકંદાજો ગોઠવાઈ ગયા. સામા પ્લૅટફૉર્મ પર એક બીજી ગાડી ઊભી રહી. તેમાંથી પ્રથમ તો મોરબી-ઘાટની ચપટી પાલી જેવી ગોળ સુંદર પાઘડીઓથી શોભતા કદાવર પુરુષો ઊતર્યા. તેમની દાઢીના વાળ વચ્ચે સેંથા પડેલા હતા. તેમના ટૂંકા કોટની નીચે લાંબે છેડે પછેડીઓ બાંધેલી હતી. તેની ચપોચપ સુરવાળો હરણ સરખા પાતળા પગોની મજબૂત પિંડીઓ બતાવતી હતી. તેઓના પગમાં રાણીછાપના ચામડાના મુલાયમ કાળા ચકચકિત બૂટ હતા. મચ્છુ કાંઠાનો જાડેજો તે ખતે નવા જમાનાની રસિકતામાં તેમ જ રીતરસમમાં પ્રવેશ કરનાર સૌ પહેલો રજપૂત હતો. આ સફેદ બાસ્તા જેવાં ને