હડકાયાં કૂતરા

  • 3.4k
  • 1.2k

સમાજ એમ કહે છે કે સ્ત્રી પુરુષ સમોવડી અરે એનાથીય ચડિયાતી છે.પણ વાસ્તવ માં એવું નથી .કહેવા પૂરતું તો કહી નાખે છે પણ શું એ વાસ્તવિકતા રૂપે મન અને મગજ માં એક પુરુષ સ્ત્રીને પોતાનાથી ચડિયાતી માની શકે ખરા ? ભલે આજના યુગની નારી ઘરની સાથે ઓફિસ સંભાળતી હોય પરંતુ ઘણીવાર આ સમાજમાં જ રહેલા હડકાયાં કૂતરા જેવા લોકોના શોષણ અને ગેરવર્તન નો ભય હજીય એને રહે છે .આ ભય અંદરથી એને ભાંગી નાખે છે. પોતાની આ મનોદશા નથી તો કોઈને કહી શકતી અને અંદર ને અંદર મનના કોઈક ખૂણે એ ભય એને રાફડામાં પડેલાં કાળોતરા ની માફક ડંખે છે