કુત્તેકા ભી એક દિન આતા હૈ... અસ્સલના શું બાળગીતો હતાં..? પશુ-પક્ષીઓ તો સટાક દઈને ભેજામાં ઉતરી જતાં. એના માટે સ્પેશ્યલ દિન ઉજવવા પડતા જ નહિ. આજના ભમ્મ..ચીકાચિક ગાયનો જેવાં નહિ કે, એકવાર સાંભળીએ એટલે સ્વાહા થઇ જાય. શબ્દોની વાત કરીએ તો કોઈ સાથે સાંધો જ નહિ મળે. જેમ કે ‘અંગુઠાની વીંટી, ચોઈણાની કોર, મોંઢું ભૂખરી ભેંસ જેવું ને ચાંદની ચકોર..!’ (આને રગડા-પેટીસ સોંગ કહેવાય..!) ત્યારે બાળગીત બળદનું હોય, વાંદરાનું હોય. રીંછનું હોય. ઊંટનું હોય, ભેંસનું હોય, કુતરાનું હોય, મોરનું હોય, ચકલીનું હોય કે પોપટનું હોય, પણ એમાં દમ હતો. કાળુડી કુતરીને આવ્યા ગલુડિયાં, કે ‘મોતી ચરંતો મારો છે મોર’ જેવાં બાળ ગીતો તો આજે