સોરઠ તારાં વહેતાં પાણી - 18

(13)
  • 3.5k
  • 3
  • 1.8k

૧૮. રૂખડની વિધવા “શેઠ રૂખડની વિધવા ફાતમા ?” શિરસ્તેદારે આ સમસ્યાનો ઉકેલ કરવા મહેનત લેવા માંડી હતી, એ તો પિનાકીએ શિરસ્તેદારના કપાળ પર સળગતી કરચલીઓ જોઈને કલ્પી લીધું. અરજીમાં એવી મતલબનું લખ્યું હતું કે ‘હું મરનાર રૂખડ શેઠની ઓરત છું. એનો ઘર-સંસાર મેં દસ વર્ષ સુધી ચલાવ્યો છે, છતાં મને આજે શા માટે એની માલમિલકત તેમ જ જાગીરોનો કબજો-ભોગવટો કરવા દેવાની ના પાડવામાં આવે છે ?’ વગેરે વગેરે. “આ તો ઓલ્યા રૂખડિયાની રાંડ ને ?” શિરસ્તેદારે મહીપતરામને પૂછી જોયું. પ્રશ્નમાં તિરસ્કાર ભર્યો હતો. ‘રાંડ’ શબ્દ મહીપતરામ પણ સો-સો વાર વાપરતા હતા. એમણે હા પાડી. પિનાકી લાલપીળો થઈ ગયો. એના હોઠ