સોરઠ તારાં વહેતાં પાણી - 15

(11)
  • 3.1k
  • 5
  • 1.8k

૧૫. ખબરદાર રે’નાં ભદ્રાપુર ગામના કાઠી દરબાર ગોદળ વાળાએ પોતાની બે બાઈઓનાં ખૂનો કર્યાં. ત્રીજી પટારા નીચે પેસી ગઈ તેથી એનો જીવ બચ્યો. દારૂના નશામાં ચકચૂર ગોદડ વાળાને ત્રીજી સ્ત્રી હજુ જીવતી છે એટલી શુદ્ધિ રહી નહિ. એ મામલાની તપાસ માટે અંગ્રેજ પોલીસ-ઉપરી જાતે ઊતર્યા. તપાસના પ્રારંભમાં જ એણે પોતાના નાગર શિરસ્તેદારને ઑફિસનું કામ છોડાવી બીજા કામ પર ચડાવ્યો. ઑફિસનો કબજો નવા માણસોએ લીધો. જાણે કોઈ દેશનું પ્રધાનમંડળ પલટાવ્યું. “ગોદડ વાળા ખૂનના મામલામાં ઊંડા ઊતરવા માટે તમારી પાસે કોણકોણ ત્રણ સારા માણસો છે ?” નવા સાહેબે નવા બ્રાહ્મણ શિરસ્તેદારને પૂછ્યું. શિરસ્તેદારે રજૂ કરેલાં ત્રણ નામોમાં મહીપતરામનું પણ નામ હતુ.ં ત્રણેય