સોરઠ તારાં વહેતાં પાણી - 14

  • 3.3k
  • 1
  • 1.8k

૧૪. વેઠિયાં બાઈની એક બગલમાં બેઠુંબેઠું - નહિ, લબડતું - દસેક મહિનાનું એક છોકરું, બાઈના સુકાઈ-ચીમળાઈ ગયેલા, કોઈ બિલાડાએ ચૂંથી નાખેલ હોલા પક્ષી જેવા, સ્તન ઉપર ધાવતું હતું. બીજા હાથે બાઈએ ટ્રંકનો બોજો પોતાના માથા પરની ઈંઢોણીની બેઠકે ટેકવ્યો હતો. બાઈનું બીજું સ્તન પણ જાણે કે શરીર જોડેના કશા જ કુદરતી સંબંધ વિના કેવળ ગુંદરથી જ ચોડેલી મેલી કોથળી જેવું, બીજી બાજુ લબડતું હતું. ભેખડગઢ થાણાની થાણદાર કચેરીની ચૂનો ઊખડેલી અને અને ઉંદરોએ ગાભા-ગાભા કરી નાખેલી છત જેવું બાઈનું કાપડું હતું. એના ગાભા જાણે કે જીભ કાઢીકાઢીને કહેતા હતા કે એક દિવસ અમેય, ભાઈ, રાતી અટલસના સૂરતી કારીગરોએ ઠાંસીઠાંસી વણેલા