સોરઠ તારાં વહેતાં પાણી - 12

(14)
  • 3.5k
  • 2
  • 2k

૧૨. દૂધપાક બગડ્યો ઑફિસે જતાં જ ત્યાં ઘોડી ઝાલીને ઊભેલા એક માણસે અવાજ દીધો : “સાહેબ મે’રબાન... હેં-હેં.” ‘હ’ અને ‘સ’ એ બે અક્ષરની વચ્ચે અણલખાયો ને અણપકડાયેલો એ ‘હેં હેં’ ઉચ્ચાર મહીપતરામને કાને પડતાં જ બોલનાર આદમી પણ અંધારેથી પકડાયો. નરકમાંથી પણ પરખાય તેવો એ ઉચ્ચાર હતો. “કોમ - મોડભા દરબાર ?” “હેં - હેં... હા, મે’રબાન.” “તમે અત્યારે ?” “હેં-હેં... હા જી; ગાલોળેથી.” “કેમ ?” “આપને મોઢે જરીક...” “બોલો.” “હેં-હેં... આ રામલા કોળીએ અફીણ ખાધું ને !” “તે મારે શું છે ?” “હેં-હેં... છે તો એવું કાંઈ નહિ... પણ એ મૂરખે આપઘાત કર્યો છે. હવે આપને કોક ઊંધુંચત્તું...